(જી.એન.એસ) તા. 21
ગાંધીનગર,
સિનિયર ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS) ઓફિસર સંજય કૌલે ભારતની અગ્રણી સ્માર્ટ સિટી અને સૌપ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિઝ સેન્ટર (IFSC) એવા ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટીનાં મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રુપ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે સોમવારે ચાર્જ સંભાળ્યો.
સંજય કૌલે વર્ષ 2001 ની બેચનાં આઈએએસ ઓફિસર પબ્લિક પોલિસી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, ટેક્નોલોજી અને ફાઇનાન્સનાં ક્ષેત્રે બે દાયકા કરતા વધુનો અનુભવ ધરાવે છે, મહત્વનું છે કે, આ જવાબદારી સંભાળ્યા પૂર્વે તેઓ ભારત સરકારનાં સંસ્કૃતિ મંત્રાલયમાં જોઇન્ટ સચિવ હતા. તેઓ અગાઉ ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ અને ટુરિઝરમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડનાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે સેવાઓ આપવા સાથે ગુજરાતમાં કામ કરી ચૂક્યા છે.
ચાર્જ સાંભળ્યા બાદ આ નિયુક્તિ અંગે સંજય કૌલે જણાવ્યું હતું કે વિશ્વના સફળ ફાઈનાન્શિયલ અને ટેક્નોલોજી હબ બનવા તરફની ગિફ્ટ સિટીની સફરના આ નિર્ણાયક તબક્કે તેનું નેતૃત્વ સંભાળવું એ એક વિશેષાધિકાર છે. હું અત્યાર સુધી જે મજબૂત પાયો નખાયો છે તેના પર આગળ વધવા, વ્યૂહાત્મક પહેલ હાથ ધરવા, વૈશ્વિક ભાગીદારીઓ કરવા અને ગિફ્ટ સિટીના સ્ટેટસને રાષ્ટ્રીય મહત્વના પ્રોજેક્ટ તરીકે વધુ મજબૂત કરે તેવો વિશ્વ-કક્ષાનો સિટી અનુભવ પૂરો પાડવા માટે આતુર છું. તમને જણાવી દઈએ કે મૂળ ગુજરાતના અધિકારી કૌલે સુરતની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીથી ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યૂનિકેશન એન્જિનિયરિંગમાં તથા અમેરિકાના ન્યૂયોર્કમાં સેરાક્યુસ યુનિવર્સિટીથી પબ્લિક પોલિસીમાં પ્રોફેશનલ ડિગ્રી મેળવેલી છે.


























































































































































































































































































































































































































































































































































































































