(જી.એન.એસ) તા. 21
ભાવનગર,
એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ની ટીમ દ્વારા ભાવનગરમાં રેલવે વિભાગના એક એન્જિનિયરને રૂપિયા 65 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પડ્યો છે.
આ બાબતે મીડિયા સુત્રો થકી મળતી માહિતી મુજબ, આ કેસમાં ફરિયાદી એક કોન્ટ્રાક્ટર છે. તેમણે તેમના બિલ મંજૂર કરાવવા માટે રેલવેના એન્જિનિયર ટિપ્પે સ્વામી લક્કામા દાસરનો સંપર્ક કર્યો હતો. ત્યારે એન્જિનિયર દાસર દ્વારા બિલ મંજૂર કરવાના બદલામાં લાંચની માંગણી કરવામાં આવી હતી. લાંચ આપવા ન માંગતા ફરિયાદીએ આ મામલે ACB માં ફરિયાદ કરી હતી.
કોન્ટ્રાક્ટરની ફરિયાદના આધારે ACBની ટીમ દ્વારા લાંચીયા અધિકારી ને જ્હ્દ્પી પાડવા છટકું ગોઠવ્યું હતું. સોમવારે જયારે આરોપી અન્જિનિયર ટિપ્પે સ્વામી લક્કામા દાસર ભાવનગર રેલવેની DRM કચેરીમાં લાંચની રકમ સ્વીકારી રહ્યા હતા ત્યારે ACB ની ટીમે તેમને રંગેહાથ ઝડપી પડ્યા હતા. ACB એ આરોપી એન્જિનિયર ટિપ્પે સ્વામી લક્કામા દાસરની ધરપકડ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાની રેલવે વિભાગમાં ખળભળાટ મચી ગયો છે.


























































































































































































































































































































































































































































































































































































































