(જી.એન.એસ) તા. 7
અમદાવાદ,
પુરી-અમદાવાદ ટ્રેનના એસી કોચમાંથી 3 બિનવારસી બેગ મળી આવી હતી જેની પોલીસ દ્વારા તપાસ કરાતા 63 હજારની કિમતનો 6 કિલોથી વધુ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. કોઈ અજાણ્યો ઇસમ પોલીસના ડરથી ગાંજાનો જથ્થો મુકીને ફરાર થયો છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ટ્રેનના AC કોચમાં ગાંજો ઝડપાયાની ઘટના સામે આવી છે. પુરી-અમદાવાદ ટ્રેનમાંથી બિનવારસી હાલતમાં ગાંજાની 3 બેગ મળી છે. જેમાં 6 કિલોથી વધુ ગાંજાનો જથ્થો કબજે કર્યો છે. અગાઉ પણ આ ટ્રેનમાંથી ગાંજો ઝડપાયો છે. ટ્રેનના AC કોચમાંથી 6 કિલોથી વધુ ગાંજાનો જથ્થો GRPએ પકડ્યો છે.


























































































































































































































